Fraud Case in Mahesana : ન્યુ દિલ્લીના 3 શખ્સો વસઈ ગામના ખેડુતના લાખો રુપીયા ખંખેરી રફુચક્કર - Fraud with farmer in Vasai Village

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 6, 2022, 2:26 PM IST

મહેસાણા : મહેસાણામાં વધુ એક લાખો રૂપિયાની છેતરપિંડી (Fraud Case in Mahesana) મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આવતા ચકચાર મચી છે. વિજાપુરના વસઈ ગામે રહેતા ઇશ્વરસિંહ (Fraud with farmer in Vasai Village) ચાવડા નામના ખેડૂતને 2014માં ઇન્સ્યોરન્સ પોલિસી, લોનના નામે ઇન્વેસ્ટમેન્ટ અને ચાર્જીસના ચક્રવ્યૂહમાં ફસાવી એક મહિલા સહિત 3 અજાણ્યા શખ્સોએ 80.86 લાખ અપાવવાના બહાને 51.31 લાખ ખંખેર્યા છે. આ ઓનલાઈન ઠગબાજી કરનાર ન્યુ દિલ્હીથી રાધિકા ઉર્ફે મધુ શર્મા, દિપક શર્મા અને કોઠારી નામના શખ્સો સામે આવ્યા છે. જેથી વસઈ પોલીસે IT એક્ટ 66 D અને IPC 420, 419, 406 અને 120B અંતર્ગત ફરિયાદ નોંધી આરોપીને (Mahesana Cyber ​​Crime) પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.