પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા TMCમાં જોડાયા
🎬 Watch Now: Feature Video
પશ્ચિમ બંગાળ : પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા તૃણમૃલ કોંગ્રેસ(TMC)માં જોડાયા છે. આ પ્રસંગે તેમણે જણવ્યું કે, લોકતંત્રની તાકત પ્રજાતંત્રની સંસ્થામાં હોય છે. આજે લગભગ તમામ સંસ્થાઓ કમજોર થઇ ગઇ છે. જેમાં દેશના ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે. જે આપણા દેશ માટે સૌથી મોટું જોખમ ઉંભુ થશે. આ સાથે તેમણે જણવ્યું હતું કે, અટલજીના સમયમાં ભાજપ સર્વસંમતિમાં વિશ્વાસ કરતું હતું, પરંતુ વર્તમાન સમયમાં સરકાર કચડવા અને જીતવામાં વિશ્વાસ કરે છે.