નવસારીના વાંસદા તાલુકાના ઝરી ગામે નહેરમાં ગાબડું પડતાં 4 ગામોના ખેડૂતોને નુકસાની - Gujarat navsari kenal ma gabdu
🎬 Watch Now: Feature Video
નવસારી: નવસારી જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા સાંબેલાધાર વરસાદમાં (Flood Situation In navsari Gujarat ) વાંસદા તાલુકામાં જ 16 ઇંચ વરસાદ પડ્યો હતો,જ્યારે ઉપરવાસના જિલ્લાઓમાં પણ વરસેલા ભારે વરસાદે નદીઓમાં ઘોડાપુર આવવા સાથે જ આકાશી પાણીને કારણે વાંસદા પાણી-પાણી થયું હતું. જેમાં ઝરી ગામના ડુંગરી ફળિયા પાસેથી પસાર થતી ઉકાઈ-કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં દક્ષિણ તરફ મોટુ ગાબડુ પડયુ છે, જેના કારણે નહેરમાંથી સિંચાઈનું પાણી આગળ ખેરગામ તાલુકા તરફ જતું અટક્યું છે અને તૂટેલા ભાગમાંથી આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ડાંગરના ધરૂ, ઉભી શેરડી તેમજ નર્સરી ઉદ્યોગ માટે જાણીતા ઝરીના કેટલાક લોકોના પ્લાન્ટ પણ ઘસડાઈ ગયા હતા. જેને કારણે નર્સરી ઉદ્યોગ સાથે ખેડૂતોને કરોડોનું નુકશાન થવાની શક્યતા જોવાઇ રહી છે. સાથે જ નહેર વિભાગ વહેલી તકે નહેરમાં પડેલા અંદાજે 20 થી 25 ફૂટના ગાબડાને પુરે એવી આશા સેવી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં અધિકારીઓ અહીં ફરકિયા પણ ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.