અમદાવાદ ખાડિયા વિસ્તારમાં સફાઈ કામદારોના હસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ખાડિયા જમાલપુર વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 15મી ઓગસ્ટના રોજ આઝાદી પર્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સફાઈ કામદારના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સરકાર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત માટે સંકલપબદ્ધ છે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગંદકી ભારત છોડોનું સૂત્ર આપવામાં આવ્યું છે. ત્યારે કોરોના કાળમાં કોરોના વોરિયર્સ સફાઈ કામદારો જેમણે પોતાના અને પરિવારની ચિંતા કર્યા વગર સમાજની ચિંતા કરી છે. તેમનું 15મી ઓગસ્ટના રોજ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે વોર્ડના નિવૃત્ત સફાઇ કામદાર મુકેશભાઇ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભાજપ અગ્રણી અને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને બીજા મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.