પાટણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર, 55થી વધુ વેરાયટીના ફટાકડા મળશે - fireworks available
🎬 Watch Now: Feature Video
પાટણ: દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા દર વર્ષે જિલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ હેડ ક્વાર્ટર ખાતે ફટાકડા સ્ટોર કાર્યરત કરવામાં આવ્યો છે. આ સ્ટોલમાં વિવિધ પ્રકાર 55થી વધુ વેરાયટીના ફટાકડા વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. ફટાકડા સ્ટોરમાં CCTV કેમેરા અને ફાયર સેફ્ટીના સાધનો તેમજ વોટર બાઉઝર સહિતના સુરક્ષાને લગતા તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સાથે કોવિડ ગાઇડલાઇનું પણ ચુસ્ત પાલન થાય તે માટે સેનિટાઈઝરની અલાયદી વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.