સ્કૂલ બસ બળીને થઇ રાખ, આ રીતે બાળકોનો કરવામાં આવ્યો બચાવ... - હરિયાણા પાનીપત સ્કૂલ બસ આગ
🎬 Watch Now: Feature Video
પાણીપતઃ હરિયાણાના પાણીપતમાં એક ખાનગી શાળાની બસમાં આગ (Fire in school bus in panipat) લાગી હતી. જ્યારે બસમાં આગ લાગી ત્યારે બસમાં 32 વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકો હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Fire Accident due to Circuit Blast) હોવાનું કહેવાય છે. આગ લાગ્યા બાદ બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, ખેતરોમાં કામ કરતા ગ્રામજનોની મદદથી તમામ બાળકોને બસમાંથી સલામત રીતે બહાર કાઢવામાં (No Any Major casualty) આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ વિદ્યાર્થીને ઈજા થઈ નથી. પાણીપતના ગામ બરાનામાં એશિયન સિનિયર સેકન્ડરી સ્કૂલની બસમાં (Asian School Bus Fire) ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલની રજા બાદ બસ વિદ્યાર્થીઓને ઘરે મૂકવા માટે રવાના થઈ હતી. બસ શાળાથી થોડે દૂર પહોંચતા જ આગ લાગી હતી. બસમાં આગ લાગ્યા બાદ તમામ બાળકોને નજીકના ખેતરોમાં કામ કરતા ગ્રામજનોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.