ભુજ ભચાઉ હાઇવે પર આગ લાગ્યા બાદ પણ ટ્રકે કાપ્યું 1.5 કિલોમીટરનું અંતર - આગ દુર્ઘટના
🎬 Watch Now: Feature Video
કચ્છ : ભુજ ભચાઉ હાઇવે પર મંગળવારના રોજ એક વિચિત્ર આગનો બનાવ બન્યો હતો. દુધઇથી 2 KM દૂર કાગળનો જથ્થો લઇને જઇ રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જો કે ,રસ્તામાં ક્યાંક ટ્રક પર લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય તેવી સ્થિતી ન હોવાથી ડ્રાઇવરે સમય સૂચકતા સાથે ટ્રકને 1.5 KM સુધી હંકારી ગયો હતો અને દુધઇ સ્ટેશન નજીક આવેલા એક સર્વિસ સ્ટેશન નજીક પહોંચાડી હતી. જ્યાં આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ આગ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.