મોરબીમાં કોરોના વચ્ચે તહેવારોની ઉજવણી, નાગરિકો ખાસ તકેદારી રાખે તેવી જિલ્લા આરોગ્ય અધિકારીની અપીલ - દીપાવલી પર્વ
🎬 Watch Now: Feature Video
મોરબી: હિંદુઓનો સૌથી મોટો તહેવાર એવો દીપાવલી પર્વ નજીક છે, ત્યારે બજારોમાં રોનક જોવા મળી રહી છે. લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી રહ્યા છે, ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે તહેવારોની ઉજવણી કરવામાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે. બજારોમાં ખરીદી વેળાએ સોશિયલ ડિસટન્સ જાળવવા ઉપરાંત માસ્ક પહેરવું જરૂરી છે. તો વયોવૃદ્ધ તેમજ ડાયાબીટીસ જેવી બીમારીથી પીડાતા લોકોએ બજારમાં તેમજ ભીડભાડવાળી જગ્યા પર જવું ટાળવું જોઈએ. નાગરિકો કોરોના મહામારીથી પોતાની જાતને તેમજ અન્યને સુરક્ષિત રાખએ તેવી અપીલ કરી હતી.