પોરબંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની સૂચના અનુસાર પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે અને માછીમારોને 18 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં હામદપરા, હેલાબેલી, ખાગેશ્રી સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી પરંતુ ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ મગફળીની સીઝન ચાલતી હોવાથી વરસાદના કારણે મગફળીને નુકસાન થાય તેવી ભીતિ સર્જાઇ રહી છે.