કેશોદમાં ખેડૂતોનું પ્રદર્શન, લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ - farmers demands
🎬 Watch Now: Feature Video

જૂનાગઢઃ સરકાર લીલો દુકાળ જાહેર કરે તેવી માગ સાથે જૂનાગઢના કેશોદ અને માંરોળ તાલુકાના ખેડૂતોએ બેનરો અને સુત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કર્યું હતું. સાથે કેશોદ ખાતે મામલતદાર કચેરીએ દેખાવો કર્યો હતો અને મામતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો બળદગાડું, ઉટગાડી, કાર, બાઇક લઇ મોટી સંખ્યા કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા.