Cultivating Watermelon in Mehsana : કડીના સાહસિક વ્યક્તિએ તરબૂચનું વાવેતર કરી એવોર્ડ મેળવ્યો - Farmer Atma Award
🎬 Watch Now: Feature Video
મહેસાણા થોડમલપુરા ગામના શૈલેષ પટેલ નામના ખેડૂતે અખતરા થકી અનોખા વાવેતરનો પ્રયોગ કર્યો છે. Bscનો અભ્યાસ કરનાર ખેડૂત શૈલેષ પટેલે દિવેલા અને કપાસની ખેતીથી કઈક અલગ કરવાનું વિચારી પોતાની કોઠાસૂઝ પ્રમાણે ઇમિગ્રેશનની સગવડ ન હોવા છતાં રસાયણ વગરની તડબૂચની ખેતી કરવાનું સાહસ કર્યું છે. જેમાં તેઓએ મલ્ચિંગ પદ્ધતિ દ્વારા તાઇવાનના પીળા વિશાલા અને લીલા જન્નત પ્રકારના તડબૂચનું (Cultivating Watermelon in Mehsana) વાવેતર કરતા છેલ્લા 3 વર્ષથી દર સિઝનમાં 8 ટન તડબૂચ ઉત્પાદન કરી તેને કડીના બજારમાં રિટેલ ભાવે વેચાણ કરતા સારી આર્થિક આવક મેળવી રહી છે. શૈલેષ પટેલ કડી તાલુકાના પહેલા (Watermelon Cultivation in Gujarat) ખેડૂત છે જેમણે આ તડબૂચની સફળ ખેતી કરી બતાવી છે. સરકાર દ્વારા પણ તેમના આ સાહસ અને સફળતા માટે તાલુકા કક્ષાના આત્મા એવોર્ડથી (Farmer Atma Award) તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.