ચંદ્રયાન-2:ને લઈ દેશભરના લોકોમાં ભારે ઉત્સુકતા - ચંદ્રયાન2
🎬 Watch Now: Feature Video
સુરત: ચંદ્રયાન-2ના ઓરબીટમાંથી લેન્ડર વિક્રમ આજે મધરાત્રે ચંદ્ર પર લેન્ડ કરી ભારત માટે એક નવો ઇતિહાસ રચશે. જે ભારત માટે ગૌરવ સમાન બાબત સાબિત થશે. આ ક્ષણને નિહાળવા દેશભરનાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના યુવાવર્ગ આ ક્ષણ માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી પી.ટી.સાયન્સ કોલેજનાં વિધાર્થીઓ અને પ્રોફેસરોએ જણાવ્યું કે, ભારત માટે આ ગૌરવ સમાન બાબત છે. આજે જ્યારે ભારત ચંદ્ર પર લેન્ડર વિક્રમ ઉતરાણ કરવા જઈ રહ્યું છે. આ શ્રણને નિહાળવા સૌ કોઈ ભારે ઉત્સુક છે. ભારત દેશ દુનિયામાં ચોથો એવો દેશ હશે જે ચંદ્ર પર લેન્ડર વિક્રમને લેન્ડ કરાવશે. લેન્ડર વિક્રમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી ત્યાંની જીવંત તસવીરો ઈસરોને મોકલશે.