Gandhinagar Election 2021 માં વૃદ્ધો અને શારીરિક અશક્ત લોકોએ કર્યુ મતદાન, યુવાનો માટે સબક
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતિમ તબક્કામાં છે, ત્યારે છેલ્લા 2 વાગ્યા સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં 33 ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન મથકમાં યુવાનોને પણ શરમાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વૃદ્ધો અને શારીરિ રીતે હરવા- ફરવામાં અશક્ત લોકોએ મતદાન કર્યું હતું. શરૂઆતના તબક્કામાં અનેક મતદાન મથકો ઉપર વ્હીલચેર નહીં હોવાની ફરિયાદો સામે આવી હતી, જે બાદ તમામ મતદાન મથકોમાં વૃદ્ધ મતદારો માટે ખાસ વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ હતી. ગાંધીનગર- અમદાવાદને અડીને આવેલા અમિયાપુર ગામમાં રહેતા એક 104 વર્ષના મહિલા વૃદ્ધાએ મતદાન કરીને પોતાની લોકશાહીની ફરજ અદા કરી હતી.