પાણી ભરાયેલા વિસ્તારની કલેક્ટરે કરી સમીક્ષા, તંત્રને આપી મહત્વની સૂચના - Heavy rains forecast in Dwarka
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15757923-thumbnail-3x2-dwkrain.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rains forecast in Dwarka) છે. ત્યારે રાવલ ગામમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં હતા. તેવામાં જિલ્લા કલેક્ટર એમ. એ. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજાએ આ ગામની મુલાકાત (Dwarka Collector visited Raval Village) લઈ સ્થળ પર સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે પાણીના યોગ્ય નિકાલ માટે અને તકેદારી રાખવા સ્થાનિક તંત્રને સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત ગામમાં રહેલા સગર્ભા બહેનોની, વૃદ્ધો, અશક્ત લોકોની યાદી બનાવી જરૂર પડે અન્ય સ્થળ પર રહેવાની વ્યવસ્થા કરવા અંગે પણ સૂચનાઓ આપી હતી.