આણંદના ડોક્ટરે વિશ્વના 37 જેટલા દેશમાં હોમિયોપેથી અંગે જાગૃતિ લાવવા શરૂ કર્યું ઇ- લર્નિંગ કલાસ - E Learning Class Anand
🎬 Watch Now: Feature Video
આણંદ: હોમિઓપેથીના નિષ્ણાત તબીબ ડો. કૃતિક શાહે હોમિયોપેથી સારવાર અને તેની ઉપલબ્દ્ધિઓ અને તેના તમામ પ્રકારના સાહિત્યનું ડિજિટલ રૂપાંતરણ કરી તેને ટેક્નોલોજીના માધ્યમ થકી વિશ્વના 37 જેટલા દેશમાં પહોચાડ્યું છે. ડો. કૃતિક શાહે આ પ્લેટફોર્મને આગામી સમયમાં વિશ્વમાં બોલાતી અન્ય 13 જેટલી ભાષાઓમાં રૂપાંતરિત કરી મહત્તમ લોકો સુધી આ ઇ- લર્નિંગ સાહિત્ય પહોંચી શકે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે ડો. કૃતિક શાહ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હોમિઓપેથીક તબીબી સલાહકાર છે.