ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાતા કાર્યકરોમાં રોષ - arvalli
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસના બાયડ-માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભા ચૂંટણી બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો હતો. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં તેમના વિરૂદ્વની પોસ્ટ વાયરલ થઇ રહી હતી. ત્યારે જાહેર સ્થળો પર લાગેલા તેમના પોસ્ટરને નિશાન બનાવામાં આવ્યા હતા. બાયડ-ધનસુરા રોડ પર વાત્રક હોસ્પિટલ નજીક આવેલા વાંટડા ગામે પીક-અપ સ્ટેન્ડ પર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગ્રાન્ટના બોર્ડ પર અજાણ્યા શખ્સો દ્વારા કાળો કલર અને ઓઈલ રેડી તેમનું મોં કાળુ કરવામાં આવ્યું હતુ.