દ્વારકાધીશના શરણે આવેલા ભક્તો બન્યા આખલાઓની લડાઈનો ભોગ, વીડિયો વાઈરલ - દ્વારકા નગરપાલિકાની બેદરકારી
🎬 Watch Now: Feature Video
યાત્રાધામ દેવભૂમિદ્વારકા જિલ્લામાં આખલાઓના યુદ્ધનો વીડિયો વાઈરલ (Bull fight video goes viral) થયો છે. અહીં રબારી સમાજ દ્વારકાધીશ મંદિર પર ધ્વજાજી અર્પણ કરવા પહોંચ્યો હતો. તે જ સમયે 2 આખલાઓ અહીં આવી પડતાં અનેક લોકોને અડફેટે લીધા હતા. તેના કારણે અનેક લોકોના જીવ પણ જોખમમાં મૂકાયા (Lives of people in danger in Dwarka) હતા. આ સાથે જ ધ્વજાજીના ફૂલેકા દરમિયાન આખલાઓની લડાઈએ આતંક (Terror of bulls in Dwarka) મચાવ્યો હતો. અહીં આંખલાના વારંવાર યુદ્ધ થતાં રહે છે. તેમ છતાં નગરપાલિકા હજી પણ કુંભકર્ણની ઊંઘમાં (Negligence of Dwarka Municipality) જ છે.