બાલાસિનોરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો - કોવિડ ગાઈડલાઈન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8951511-945-8951511-1601132926984.jpg)
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર થયેલા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત 126 લાભાર્થી ભાઈ બહેનોને બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ, ઉપપ્રમુખ દિપીકાબેન પટેલ તથા કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને ચીફ ઓફિસરના હસ્તે મકાનની ચાવી તથા પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લાભાર્થી ભાઈ-બહેનોને કોવિડ ગાઈડલાઈન મુજબ ફરજિયાત માસ્ક પહેરવું અને સેનેટાઈઝરથી હાથ સાફ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગની જાળવણી રાખવામાં આવી હતી.