કેશુભાઇ પટેલનું અવસાન : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આપી શ્રદ્ધાંજલિ - ભગવાન તેમના આત્માને શાંતિ
🎬 Watch Now: Feature Video
ભાવનગર : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનાં નિધનના સમાચાર મળતા ભાજપના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઇ હતી. ગઢડા બેઠક માટે પ્રચાર અર્થે ઘોળા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા શ્રધાંજલિ અર્પિત કરી ગુરૂવારના ચૂંટણી પ્રચાર, પ્રસાર કાર્યક્રમ તથા સભાઓ રદ્દ કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતો માટે હંમેશા તત્પર રહેતા કેશુભાઈ પટેલના અવસાન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.