પોરબંદરમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ, યુથ કોંગ્રેસે કેન્ડલ પ્રગટાવી નોંધાવ્યો વિરોધ - Porbandar Youth Congress
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેર વિસ્તારમાં ઘણાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ છે. જેની દરરોજ 50 થી 60 ફરિયાદો આવી રહી છે, ત્યારે નગરપાલિકા દ્વારા તેનું કોઇ નિરાકરણ લાવવામાં આવતું નથી. જેના કારણે પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા શુક્રવારના રોજ કેન્ડલ પ્રગટાવી પોરબંદર નગરપાલિકાની નબળી કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો અને નબળી ગુણવત્તા વાળી સ્ટ્રીટલાઇટની ખરીદીથી આજે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમારે આક્ષેપ કરી વહેલી તકે સ્ટ્રીટ લાઈટ રીપેર કરવા માગ કરી હતી.