અરવલ્લીમાં કોવિડ વિજય રથ જનજાગૃતિ ફેલાવશે - Sanitization
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે. ગત 4 અઠવાડિયાથી ચાલતા આ કોવિડ વિજય રથ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી જનજાગૃતિ સંદેશ ફેલાવી રહ્યો છે. આ રથ દ્વારા અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં ફરીને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્કનો ફરજિયાત ઉપયોગ અને સેનિટાઇઝેશન કરવા જેવા મુખ્ય સંદેશ આપવામાં આવશે. કોવિડ વિજય રથ દ્વારા મફતમાં હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. અરવલ્લી જિલ્લામાં કોવિડ વિજય રથની ભિલોડા મુકામેથી કોવિડ વિજય રથ જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે, ત્યારે જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ સાથે આગામી દિવસોમાં અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ જનજાગૃતિ ફેલાવશે.