Tabaco Free: જૂનાગઢના વ્યસનીઓ માટે કોરોના કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો ? જૂઓ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ : કોરોનાને લઈને લાગેલા લોકડાઉનને પગલે વ્યસનીઓ માટે વ્યસન કરવું મુશ્કેલ બન્યું હતું. કોરોનાકાળ વ્યસનીઓ માટે એક આશીર્વાદરૂપી સાબિત થયો છે. પાન, માવા, તમાકુંનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે, કોરોના શરૂ નહોતો થયો ત્યારે માવા, મસાલા અને તમાકુંની બનાવટનું વેચાણ પ્રતિદિન 100 કરતા વધુ થતું હતું. તે આજે દોઢ વરસ બાદ માત્ર 30 પ્રતિદિને પહોંચ્યું છે. તમાકુંની ખરીદીમાં 70 ટકા જેટલો સ્પષ્ટ ઘટાડો થયો છે.