દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને વિતરણ કરાયેલી બેગમાં વિધાનસભા સ્પીકરના ફોટોથી વિવાદ - Controversy
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે રણમુકતેશ્વર મંદિર નજીક ભાજપા દ્વારા વોર્ડ નંબર 13ના વિદ્યાર્થીઓને બેગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડેપ્યુટી મેયર અને પૂર્વ પ્રધાનના હસ્તે વિદ્યાર્થીઓને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ફોટા સાથે NO PLASTICનો સંદેશો આપતી બેગોનું વિતરણ કરાતાં વિવાદ સર્જાયો હતો. જે અંગે ડેપ્યુટી મેયર ડૉ. જીવરાજ ચૌહાણે વધુ માહિતી આપી હતી.