બિહારમાં બે જૂથ્થો વચ્ચે થયો ગોળીબાર, વીડિયો થયો વાયરલ - गोपालगंज में गोलीबारी
🎬 Watch Now: Feature Video
ગોપાલગંજ: બિહારના ગોપાલગંજમાં જમીન વિવાદને લઈને બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. મામલો એટલો વધી ગયો કે બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને પથ્થરમારો થયો હતો. આ દરમિયાન ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં બંને તરફથી બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોને સારવાર અર્થે સદર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવવામાં આવ્યા હતા. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા અને મામલાની તપાસ શરૂ કરી હતી.