Chaitri Poonam at Ambaji Temple : અંબાજી મંદિરનો માર્ગ જયઅંબેના નાદથી ગુંજી ઉઠ્યા - Fair of Chaitri Poonam in Ambaji
🎬 Watch Now: Feature Video
અંબાજી : અંબાજી મંદિરે લાંબા સમય બાદ આજે માનવ (Chaitri Poonam at Ambaji Temple) મહેરામણ જોવા મળ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી પુનમના મેળાનું (Fair of Chaitri Poonam in Ambaji) ખુબ જ મહત્વ હોય છે. તેને લઈને આજે આ ચૈત્રી પૂનમે માં અંબાના ધામમાં દર્શને હજ્જારો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં છે. અંબાજીના માર્ગો પણ જયઅંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ખાસ કરીને ભાદરવી પુનમે શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવા હાથમાં ધજાને માથે માંડવીની ગરબી લઇ માં અંબાના દરબારમાં પહોંચતા નજરે પડ્યા હતા. એટલુ જ નહીં આ ચૈત્રી નવરાત્રી (Pedestrians in Ambaji) અને પુનમને તંત્ર મંત્ર માટે પણ મહત્વનો સમય ગણવામાં આવે છે. જોકે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ચૈત્રી પૂનમ દરમિયાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હા. પરંતુ સરકાર તરફથી છુટછાટ મળતા આજે ફરી ચૈત્રી પુનમે અંબાજીમાં શ્રદ્ધાળુઓનો મેળાવડો જોવા મળ્યો છે.