પુત્ર કરગરતો રહ્યો ને માતાએ 12માં માળેથી પડતૂ મૂક્યું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2022, 3:40 PM IST

સુરતઃ સુરતના અલથાણા વિસ્તારમાં (Woman Suicide Video Surat) એક મહિલાએ 12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પતિના ત્રાસથી આ પગલું ભર્યું (Khatodara police Surat) હોવાનું સામે આવ્યું છે. ચરિત્ર પર આશંકા રાખતા પોતાના આઠ વર્ષના દીકરાની સામે માતાએ કુદીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.પુત્ર આવું પગલું ન ભરવા માટે કરગરતો રહ્યો. પણ માતાએ એનું કંઈ સાંભળ્યા વગર ઉપરથી પડતું મૂકી દીધું. આ કેસમાં ખટોદરા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.