રાજકોટમાં કાર અકસ્માત, ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ - અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : હરિહર ચોક નજીક પુરપાટ ઝડપે જતી કારના (Car Accident In Rajkot) હડફેટે અનેક વાહનો આવ્યા હતા. આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ (Accident Incident captured in CCTV camera) થઈ છે. એક ઇલેક્ટ્રીક થાંભલા સાથે કાર અથડાતા બાઈક એકટીવા સહિત અન્ય 5 વાહનોનો બુકડો બોલી ગયો હતો. કાર ફુલ સ્પીડે હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ સાથે જ ચાલક નશો કરેલી હાલતમાં હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને 108 તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીમાં કાર પુરપાટ ઝડપે દોડતી હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે.