thumbnail

By

Published : Jul 20, 2022, 3:19 PM IST

ETV Bharat / Videos

હચમચાવી નાખે એવો વીડિયો: એક વ્યક્તિ ટ્રેનના પાટા પર દોડતો હતો, ને અચાનક ટ્રેન આવી ગઈ

મહેન્દ્રગઢ: હરિયાણાના મહેન્દ્રગઢમાં ટ્રેનની ટક્કરથી એક વ્યક્તિના મોતનો વીડિયો વાયરલ (Mahendragarh Train Accident viral video) થઈ રહ્યો છે. વાયરલ વિડીયો હેરાન કરે તેવો છે. વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનના પાટા પર દોડતો જોવા મળે છે. જે થોડી જ સેકન્ડોમાં ટ્રેનની અડફેટે આવી જાય છે. ટ્રેનની અડફેટે આવ્યા બાદ તે ધડી પડે છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું (BSF jawan dies after being hit by train) નામ BSF જવાન વીર સિંહ જણાવવામાં આવી રહ્યું છે, જે બિકાનેરમાં તૈનાત હતા અને આ દિવસોમાં રજા પર હતા. સોમાવરે તે તેની બહેનને મળવા ખુર્દ ગામે આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, મહેન્દ્રગઢના ગૌશાળા રોડ પર સ્થિત રેલવે ફાટક પર રેલવે લાઇન ક્રોસ કરતી વખતે રેવાડીથી આવી રહેલી દુરંતો એક્સપ્રેસની અડફેટે આવી ગઈ હતી. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપી દીધો છે. ટ્રેનની અડફેટે આવીને BSF જવાનના મોતનો આ વીડિયો બધાને હચમચાવી નાખે એવો છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.