Boris Johnson Gujarat Visit: બોરિસ જોહ્ન્સનને ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું કર્યું ઉદ્ઘાટન - undefined
🎬 Watch Now: Feature Video
હાલોલ: ગુજરાતના મહેમાન બનેલા યુ.કેના વડાપ્રધાન બોરીસ બોરિસ જોહ્ન્સન અને ગુજરાતના મુખ્યપ્રધાને આજે પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી. બોરિસ જોહ્ન્સનને ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને સંબોધન તેમજ કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન યુકેના વડાપ્રધાનની સાથે પ્લાન્ટનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં આ ફેકટરીની સ્થાપના 100 મિલિયન પાઉન્ડના ખર્ચે કરવામાં આવી છે. જ્યાં વૈશ્વિક ઉત્પાદન એકમો માટે પૂરજાઓનું નિર્માણ કરવામા આવશે. જેનાથી 1200 જેટલી નોકરીની સીધી તકો ઉપલબ્ધ થશે. આ પ્રસંગે કંપનીના સીઈઓ અને એમડી દિપક શેટ્ટીએ પ્રોજેક્ટમાં સુંદર સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલોલમાં જેસીબીના પ્લાન્ટ માટે પાર્ટ્સ તૈયાર કરવામાં આવશે. સમગ્ર દેશમાં હાલ જેસીબી કંપનીના છ પ્લાન્ટ આવેલા છે, ત્યારે આજે હાલોલમાં સાતમા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
TAGGED:
Boris Johnson Gujarat Visit