ભાજપ પ્રદેશ પાર્ટી અધ્યક્ષ પાટીલે ડાંગની મુલાકાત કરી કાર્યકર્તાઓ સાથે સભા યોજી - Dang sub-unit
🎬 Watch Now: Feature Video

ડાંગઃ ચૂંટણીમાં રાજકીય ચોકઠાં અને જોડતોડની નીતિ અતિ મહત્વની ગણાય છે. જેમાં ચૂંટણી જીતવાના ફોર્મ્યુલા સમાયેલા હોય છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના સુપ્રીમો સી આર પાટીલ ડાંગ જિલ્લાના કાર્યકરોને મહત્વની ટિપ્સ આપવા આવી પહોંચ્યા હતા અને દક્ષિણ ગુજરાતના કાર્યકરોઓએ પ્રશિક્ષણ આપ્યું હતું. જે પ્રસંગે આવેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 8 વિધાનસભાની બેઠકો કબજે કરવાની વાતો કરી હતી અને કોંગ્રેસના કારણે આ પેટા ચૂંટણી યોજવાની નોબત આવી અને ચૂંટણી ઠોકી બેસાડવાની વાતો ઉચ્ચારી હતી.આ પ્રસંગે વિધાનસભા પેટા ચૂંટનીનાં પ્રદેસ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ, કેબિનેટ પ્રધાન ગણપતસિંહ વસાવા, પ્રધાન ઈશ્વરભાઈ પરમાર, પ્રધાન રમણલાલ પાટકર, ચૂંટણી પ્રભારી પુરણેશભાઈ મોદી, સાંસદ ડૉ.કેસી પટેલ, દંડક આર.સી.પટેલ, ધારાસભ્ય ઝંખનાબેન, મોહનભાઇ ધોડિયા, ભૂરાલાલ સાહ, ઉમેદવાર વિજયભાઇ પટેલ, કરશનભાઈ પટેલ, સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ, દિલીપભાઈ ચૌધરી પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય મંગળ ગાંવીત, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.