વેદાંત સ્કૂલમાં બાળકો દ્વારા યોજાઈ સેવ બર્ડની અનોખી રેલી - પક્ષી બચાવો અભિયાન અમદાવાદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સેવ ધ બર્ડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ પેરેન્ટસ પણ જોડાયા હતા. ઉત્તરાયણના તહેવારમાં પતંગ ચગાવતી વખતે બર્ડને ઈજા થતી હોય તેમને યોગ્ય માવજત કઇ રીતે કરી શકાય તેને ધ્યાનમાં રાખીને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો પક્ષીઓ બન્યા હતા. સુંદર સ્લોગન સાથે મેસેજ સમાજ અને બાળકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.