અન્યની ભૂલના કારણે પિતા-પુત્રએ ગુમાવ્યો જીવ - Child dies in accident
🎬 Watch Now: Feature Video
ઈન્દોર: ઈન્દોર શહેરમાં અકસ્માતના કિસ્સાઓ (Accident cases are constantly raise in Indore) સતત સામે આવી રહ્યા છે. ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કૈરોલના કતરાલનો છે. કતરાલમાં એક બાઇક સવાર તેના 11 વર્ષના પુત્ર સાથે બાઇક પર રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 11 વર્ષના પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું (Father and son dies in indore) હતું. જ્યારે ઘટના સાથે જોડાયેલા એક CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ઝડપથી આવતો ટ્રક, બાઇક પર સવાર પિતા અને પુત્રને ટક્કર મારે છે. તેજાજી નગર પોલીસે ટ્રક કબજે કરી સમગ્ર મામલે તપાસમાં લાગેલી છે.