ગરમીથી ત્રસ્ત રીંછને પાણી મળતા જ કરી ધમાલ, જૂઓ વીડિયો - માદા રીંછનો બાળકો સાથે સ્નાન કરતો વીડિયો વાયરલ થયો છે
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢમાં આ વખતે પણ ગરમીએ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ દરમિયાન સામાન્ય જનતા જ નહીં પશુઓ પણ ગરમીથી પરેશાન છે. કાંકેર જિલ્લાને અડીને આવેલા ઓક્સિવનમાં માદા રીંછ તેમના બે નાના રીંછ સાથે પાણીની ટાંકીમાં રમતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રીંછ બાળકો સાથે સ્નાન કરી રહ્યું છે. કાળઝાળ ગરમીમાં નહાતા રીંછનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.