આખા પરિવારને સળગાવી દેવાનો કર્યો પ્રયાસ, સીસીટીવીમાં કેદ થયું કૃત્ય - બિલાસપુરમાં આખા પરિવારને મારી નાખવાની ધમકી
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢઃ બિલાસપુરમાં સમગ્ર પરિવારની હત્યાના પ્રયાસનો વીડિયો સામે આવ્યો છે. મામલો સિરગીટ્ટી પોલીસ સ્ટેશન વિસ્તારના યદુનંદન નગરનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બે વ્યક્તિઓ ઘરની સામેના બંધ દરવાજાને આગ લગાવીને આખા પરિવારને મારવાનો પ્રયાસ (Threat to kill entire family in Bilaspur) કરી રહ્યા છે. બદમાશોની સમગ્ર કાર્યવાહી ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બદમાશોએ પેટ્રોલ છાંટીને ઘરની તમામ બારી-દરવાજાને આગ લગાવી દીધી છે. આરોપીઓએ પહેલા પણ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.