આ વીડિયો જોઈને પાવાગઢ કે જૂનાગઢ પણ ભૂલી જશો, ધોધની સાથે જુઓ પ્રકૃતિનો નજારો - Tourist Attraction kerala

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 5, 2022, 9:34 PM IST

થ્રિસુર: કેરળમાં જ્યારે વરસાદ (Kerala Monsoon 2022) તીવ્ર બને છે, ત્યારે કેરળના થ્રિસુર પાસે આવેલા અથિરાપલ્લી ધોધમાં (Kerala Waterfall) નવા પ્રાણ પુરાઈ જાય છે. જે દેશ-વિદેશના પ્રવાસીઓને (Tourist Attraction kerala) આકર્ષે છે. અથિરાપલ્લી ધોધ કેરળના સૌથી પ્રસિદ્ધ ધોધમાંથી એક છે. થ્રિસુર જિલ્લામાં સ્થિત, પશ્ચિમ ઘાટની વચ્ચે ગર્જના કરતો ધોધ વરસાદ બાદ અદ્ભુત લાગે છે. વરસાદ બાદ ખિલી ઊઠેલી પ્રકૃતિ પણ એની શોભા વધારે છે. અથિરાપલ્લી ધોધ સુધી નેડુમ્બાસરી એરપોર્ટ (32 કિમી) અથવા ચલકુડી રેલ્વે સ્ટેશન (26.5 કિમી)થી સડક માર્ગે પહોંચી શકાય છે. આ સ્થળ એના મસ્ત રોડને કારણે પણ ચર્ચામાં રહે છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી બસ પણ મળી રહે છે. કેરળ પ્રવાસન વિભાગ પણ આ ધોધના પ્રમોશન માટે ઘણું કામ કરે છે. ખાસ વાત તો એ છે કે, વરસાદ બાદ મેઘધનુષના પણ દર્શન થાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.