ગીર જંગલમાં પ્રાણીઓ માટે વનવિભાગે બનાવ્યાં આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ, જુઓ વીડિયો - Artificial water points
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથઃ આકરા ઉનાળા વચ્ચે પણ ગીર અભ્યારણ્યના સદ્દનસીબે નદીઓ વહી રહી છે, તેમ છતાં વિશાળ એરીયામાં 425થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટ બનાવાયા છે. સિંહ સહિતના વન્યજીવો અને કીટકો માટે પણ પાણીની વ્યવસ્થા માટે વન વિભાગ સાબદું થયું છે. વન વિભાગે પ્રથમ વખત અનોખી રીતે આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવ્યાં છે. રાજ્યમાં હાલ જળસંકટ ગંભીર બન્યું છે, ત્યારે ગત વર્ષે ગીર જંગલમાં સારો વરસાદ થયો હતો. જેથી ગીરમાં હીરણ નદી આજે પણ વહી રહી છે, જે વન્યજીવોની તરસ છીપાવી રહી છે. હાલ સમગ્ર ગીર વિસ્તારમાં 425થી વધુ આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ બનાવાયા છે. જેમાં પ્રથમ વખત સિંહથી લઈ મધમાખી સુધી વન્યજીવો પાણી પી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટિફિશિયલ વોટર પોઇન્ટ રકાબી આકારે પહોળા છે. જેથી કોઈ પણ વન્યજીવ આસાનીથી પાણી પી શકે છે. આવા પોઈન્ટની અઠવાડિયામાં એક વખત સફાઈ કરવામાં આવે છે. તેમજ વન્ય જીવોને દૂરથી પાણી પોઈન્ટની ખબર પડે એ માટે પાણીના ખાડાં બનાવાયા છે. આ ખાડાની સુગંધથી વન્યજીવો આસાનીથી પાણી સુધી પહોંચી શકે છે.