અરવલ્લી : મિશન મંગલમના કર્મચારીઓએ DDOને પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ - DDO
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : જિલ્લામાં વર્ષ 2011થી મિશન મંગલમ યોજના અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓ નજીવા પગારે કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી તમામ યોજનાઓની કામગીરી કરતા આ કર્મચારીઓને માસિક ફક્ત રૂપિયા 5,000 પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત તેમને PFનો લાભ આપવામાં આવતો નથી. આ કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતા માગ કરી હતી કે, તાજેતરમાં અન્ય કરાર અધારિત કર્મચારીઓના પગાર વધારવામાં આવ્યા છે, તે મુજબ તેમનો પણ પગાર વધારી અપાવામાં આવે.