જીવન તારક વાહને લીધી જળસમાધી,જુઓ CCTV વીડિયો - 108 CCTV ડોડા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15718640-thumbnail-3x2-ambu.jpg)
અસાધારણ અને ચોંકાવનારો બનાવ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાંથી સામે આવ્યો છે. જેના એક CCTVમાં જોઈ શકાય છે કે, એક 108 એમ્બ્યુલન્સ (an ambulance skidded off the road) ઢાળ પરથી ઢળી પડતા ચિનાબ નદીમાં (submerged into the Chenab river) ખાબકે છે. જિલ્લા કિશ્તવાડની 108 એમ્બ્યુલન્સ સવારે ગણપત બ્રિજ ડોડા (Doda District Jammu) પાસે ચેનાબ નદીમાં ડૂબી ગઈ હતી. એમ્બ્યુલન્સના ડ્રાઇવરે જાળવણી કાર્ય માટે રોડની બાજુમાં વાહન પાર્ક કર્યું હતું અને અચાનક 108 એમ્બ્યુલન્સ નદીમાં પડી ગઈ હતી. જ્યારે ઘટના બની ત્યારે એમ્બ્યુલન્સની અંદર કોઈ ન હતું. ડોડા પોલીસે આ બાબતની નોંધ લીધી છે જ્યારે એસડીઆરએફ અને પોલીસની બચાવ ટીમે એમ્બ્યુલન્સને નદીમાંથી બહાર કાઢવા માટે રીતસરના પગલાં ભર્યા છે. શનિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. ઢાળને કારણે ગાડીને રોકવી મુશ્કેલ બની ગઈ હતી. પાછળની બાજુ રીવર્સમાં ગાડી ઢળી ગઈ અને ગણતરીની સેકન્ડમાં તે ચિનાબ નદીમાં ખાબકી ગઈ હતી. રાહતની વાત એ છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે એની અંદર કોઈ બેઠું ન હતું. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.