સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી અમર હાઇડ્રોકાર્બન કંપનીમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહીં - Amar Hydrocarbon Company fire incident
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી અમર હાઇડ્રોકાર્બન નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની બે ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. આ કંપનીમાં ક્રૂડ ઓઇલ રિફાઈન્ડ કરવાનું કામ કરવામાં આવે છે. આગ લાગવાને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કર્યો હતો.