અંબાજીમાં પ્રાથમિક શાળાની બેદરકારી આવી સામે - અંબાજી પ્રાથમિક શાળા
🎬 Watch Now: Feature Video
અંબાજી: બનાસકાંઠા જીલ્લા પંચાયત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળામાં નાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા કુપોષણ દુર કરવા પૌષ્ટીક આહાર સ્વરુપે દુધ આપવામા આવે છે. અંતરિયાળ વિસ્તાર અને ગરીબ બાળકો માટે સૌપ્રથમ દાંતા તાલુકામાં સંજીવની દુધ યોજના હેઠળ પોષ્ટીક દુધ આપવાની યોજના ચાલુ કરવામા આવી હતી. યાત્રાધામ અંબાજીમાં ગુજરાતી પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ યોજનાના દૂધના ભરેલા પાઉચ ફેંકી દેવાની ઘટના બની છે. સમયસર બાળકોને દુઘ ન આપવાથી મોટી માત્રામા દુઘનો બગાડ થયો હતો.