કપરડા નજીક 108 એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત - Valsad Accident News
🎬 Watch Now: Feature Video
વલસાડઃ કપરાડા તાલુકા નજીક એક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બે યુવાનો ઇજાગ્રત થયા હતા. આ બન્ને યુવાનોને તે જ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે કપરડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પર હાજર રહેલા તબીબ ઇજાગ્રસ્ત યુવકની સારવાર કરવા તૈયાર ન હતા. જો કે બાદમાં યુવકોના સ્વજનોએ વિનંતી કર્યા બાદ ડૉક્ટરે બન્ને યુવકોને સારવાર આપવા તૈયાર થયા હતા.