મુંબઈના ધારાવીમાં લિફ્ટ અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત - Cozy Shelter Building
🎬 Watch Now: Feature Video
મુંબઈના ધારાવીમાં શનિવારના રોજ એક લિફ્ટ અકસ્માત થયો હતો જેમા 5 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. એક અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. મુંબઇ ધારાવીમાં લિફ્ટ અકસ્માત અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોહમ્મદ હુઝૈફ શેખ તેના ભાઈ-બહેન સાથે લિફ્ટમાં સાથે હતા. તે લિફ્ટમાં લાકડાના દરવાજા અને બાહ્ય ગ્રિલની વચ્ચે અટવાઇ ગયો હતો અને બાદમા લિફ્ટ ઉપલા માળે તરફ આગળ વધી આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું કે, તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેને માથાના ભાગે ઇજા થતા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બપોરે લગભગ 12.30 વાગ્યે ધારાવીના પાલાવાડીમાં કોજી શેલ્ટર બિલ્ડિંગમાં બની હતી.