ભુજમાં મહાશિવરાત્રી નિમિતે ભક્તોની ભીડ ઉમટી - kutch samchar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10965062-thumbnail-3x2-bhuj.jpg)
કચ્છ : આજે મહાશિવરાત્રીના પર્વ નિમિતે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છના ભુજમાં આવેલા 500 વર્ષ જૂના મહાદેવના મંદીરની કે જ્યાં એક ગુંબજ નીચે 2 સ્વયંભૂ પ્રગટ થયેલા બે શિવલિંગ આવેલા છે. 500 વર્ષ પહેલાં અહીં સ્વયંભૂ રીતે બે શિવલિંગ પ્રગટ થયા હતા. ત્યારથી આ મંદિર દ્વિધામેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. કોરોનાકાળ દરમિયાન અહીં ભક્તોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. પરંતુ આજે મહાશિવરાત્રીના શુભ અવસરે મોટી સંખ્યમાં શિવભક્તો બે શિવલિંગના દર્શન કરવા આવ્યા હતા.