નવરાત્રી: આઠમ નિમિતે અમદાવાદમાં અનોખી 1008 દીવાની આરતી - Ahmedabad Navratri
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: નવરાત્રીમાં આઠમના દિવસનું વિશેષ મહત્વ હોય છે. જેને લઇને સમગ્ર દેશમાં વિવિધ પ્રકારની ઉજવણી કરવામાં આવે છે. રખિયાલ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરમાં છેલ્લા 17 વર્ષથી અનોખી રીતે આઠમના દિવસે આરતી ઉતારીને ઉજવણી કરવામાં આવે છે. આ આરતીમાં એક વ્યક્તિના શરીર પર 1008 દીવા પ્રગટાવવામાં આવે છે. ઉપરાંત જમીન પર કાંકરા પાથરીને તેના પર આગ લગાવીને ચાલવામાં આવે છે. આ આરતીમાં અનેક લોકો ઉત્સાહભેર ભાગ લે છે.