ભરૂચના આમોદથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય - ભરૂચના સમાચાર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ જિલ્લાના આમોદ ટેલીફોન એક્ષચેન્જ નજીકથી બુધવારે યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાની સાથે જ આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક યુવાન દરબારી મસ્જીદ પાસે રહેતો સઈદ રશીદ રાણા હોવાનું બહાર આવ્યું હતું. સવારે તે ગ્લોબલ કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો અને બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનને માથાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. ત્યારે તેનું મોત અકસ્માતે થયું છે કે, તેની હત્યા કરવામાં આવી છે એ સહિતની વિગતો મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.