વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામનારા જીવાત્માઓની શાંતિ અર્થે તરસાલી સ્મશાન ગૃહમાં યજ્ઞનું આયોજન - Vadodara Cemetery House
🎬 Watch Now: Feature Video
વડોદરા: વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારની અંતિમ વિધિ માટે પરિવારો જઈ શકતા પણ નથી. આવા સદગત આત્માઓની જીવની મુક્તિ અને શાંતિ અર્થે તરસાલી અંતિમધામ ખાતે સામાજિક અને ધાર્મિક કાર્યકર્તા માલિની શાહ તથા પૂ.ડૉ. જ્યોર્તિરનાથજી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને પરંપરા મુજબ મુખા અગ્નિ પણ આપવામાં આવી શકતી નથી. ઘણી વખત તો અગ્નિદાહ પણ આપવામાં આવતો નથી. જે પ્રણાલી પુરી થતી ન હોવાથી સદગતની આત્માઓને પ્રેતોમાંથી મુક્તિ મળે અને વૈકુંઠમાં વાસ થાય તે હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.