કોંગ્રેસની 'ભારત બચાવો' રેલીમાં ભાગ લેવા ભરુચના કાર્યકરો દિલ્હી જવા રવાના - Workers leave for Delhi
🎬 Watch Now: Feature Video
ભરૂચ: કેન્દ્રની ભાજપ સરકારની વિરુદ્ધમાં ઓલ ઇન્ડિયા નેશનલ કોંગ્રેસ કમિટી દ્વારા દિલ્લી ખાતે આગામી 14મી ડિસેમ્બર શનિવારના રોજ 'ભારત બચાવો' રેલી કાઢવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દિલ્લી જવા રવાના થયા હતા. કેન્દ્રમાં ભાજપ સરકારનું નેતૃત્વ ખાડે ગયું છે. ભારતને તેની ચુંગાલમાંથી બચાવવાની જરૂરિયાત છે. જેમાં દેશભરમાંથી કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થઇ વિરોધ પ્રદર્શિત કરશે. આ રેલીમાં ભાગ લેવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના 120 જેટલા કાર્યકર્તાઓ દિલ્લી જવા રવાના થયા હતા. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં આ કાર્યકરો રવાના થયા હતા.