હળવદમાં લાંચ લેતા મહિલા તલાટીને કરાયા સસ્પેન્ડ - Halvad Province Officer Gangsingh
🎬 Watch Now: Feature Video
હળવદઃ તાલુકામાં ફરજ બજાવતા મહિલા તલાટી મંત્રી લાંચની માગણી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ મામલે તાત્કાલિક પગલા ભરીને તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદમાં ફરજ બજાવતા રેવન્યુ તલાટી મંત્રી હર્ષાબેનનો એક વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં મહિલા તલાટી મંત્રી 500 રૂપિયાની લાંચ માંગતા હોતા. જેને પગલે ચકચાર મચી હતી. તો આ વાયરલ વીડિયોને પગલે હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંઘ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસ અહેવાલ અધિક કલેક્ટર કેતન જોષીને સુપરત કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયો મુદે તલાટી મંત્રી હર્ષાબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ તંત્ર દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.