પોરબંદરમાં LDRની ભરતીમાં ન્યાય માટે રબારી સમાજની મહિલાઓનો આનોખો ગરબો, જૂઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લામાં રબારી સમાજના યુવાનોને LRDની ભરતીમાં અન્યાય બાબતે છેલ્લા 6 દિવસથી કલેકટર કચેરી સામે ઉપવાસમાં બેઠા છે. મંગળવારે સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. રબારી સમાજની મહિલાઓ પણ આ ઉપવાસ આંદોલનમાં જોડાઈ રબારી સમાજના સત્સંગ મંડળની મહિલાઓએ અનોખો ગરબો બનાવ્યો હતો "મારો કેસ ચાલે છે મોદીની સરકાર માં" લાઇનથી શરૂ થતા ગરબામાં રબારી સમાજના લોકોને દાખલા મેળવવા અને માલધારીનો હક મેળવવા પડતી મુશ્કેલીઓ આ ગરબામાં રજૂઆત કરવામાં આવી છે. આ ગરબો સાંભળી કદાચ સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત બળેજ મઠના ભીખુઆઈ માંએ રબારી સમાજના યુવાનોને પોલીસ ભરતીમાં ન્યાય મળે તે માટે સરકાર સમક્ષ વિનંતી કરી હતી.