કપાસ ભ્રષ્ટાચારઃ ડભોઇના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે તમામ આક્ષેપો ફગાવ્યા - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ તાજેતરમાં ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા CCI દ્વારા ટેકાના ભાવથી લેવાતા કપાસની ખરીદી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી વિજીલન્સ તપાસની માંગ કરી હતી. તેમજ CCIના અધિકારીઓ સાથે જીન માલિકોનું મોટા પ્રમાણમાં સેટિંગ ચાલતો હોવાનો ઘટસ્ફોટ ધારાસભ્ય દ્વારા કરાતા ડભોઇના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ દ્વારા મીડિયા બ્રિફ કરવામાં આવી હતી. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી છે. તે તપાસની શરૂઆત થઇ ચૂકી છે, ત્યારે આવનારા દિવસોમાં કયો વળાંક આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.